નવી દિલ્હી: હાલ દુનિયા આખી કોરોના વાયરસના કારણે ટેન્શનમાં છે પણ કેટલાક લોકો એવા પણ છે જે સારા સમયની તસવીરો અને વીડિયો શેર કરીને આશાનું કિરણ બતાવી રહ્યાં છે. આ બધા વચ્ચે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ એક બિકીની વીડિયો શેર કર્યો છે. જેમાં તેનો એકદમ બિન્દાસ અંદાજ જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં બિકીની લુકમાં જોવા મળતી ઉર્વશી સમુદ્રના પાણી સાથે મસ્તી કરતી લોકોના મન જીતી રહી છે.
ઉર્વશી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે શેર કરેલો નવો વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ઉર્વશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં તેનો અંદાજ જોઈને લોકો પાણી પાણી થઈ જાય છે.
આ વીડિયોની વાત કરીએ તો તે સ્લો મોશન વીડિયો છે, જે હવે સોશિયલ મીડિયા પર કેર વર્તાવી રહ્યો છે. ઉર્વશી તેમા ફ્લોરલ પ્રિન્ટેડ બિકીનીમાં જોવા મળી રહી છે. તેણે વાળમાં ખુબસુરત ફૂલો પણ લગાવ્યાં છે. આંખો પર કાળા ચશ્મા પહેરીને તેણે લુકને કમ્પ્લિટ કર્યું છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો ઉર્વશી હાલ મ્યુઝિક સિંગર એક ડાયમન્ડ દા હાર લેદે યારમાં જોવા મળી હતી. આ અગાઉ તે ફિલ્મ પાગલપંતીમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં ઉર્વશીના ખુબ વખાણ થયા હતાં. ગત દિવસોમાં ઉર્વશીએ એક તસવીર શેર કરી હતી અને ત્યારબાદ બધા તેની એન્ટ્રી ભૂલભૂલૈયા-2માં થવાની વાત કરી રહ્યાં છે. જેને લઈને હજુ સુધી જો કે કોઈ અધિકૃત જાહેરાત થઈ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે